Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

યુ.એસ.માં વધુ અભ્‍યાસ માટેના F-1 વીઝાની લોકપ્રિયતામાં ઓટઃ ૧ વર્ષના અભ્‍યાસ બાદ OPT દરમિયાન કામ કરવાના અધિકાર ઉપર ટ્રમ્‍પ સરકારની તરાપથી વિદ્યાર્થીઓ દ્વિધામાં

વોશીંગ્‍ટનઃ યુ.એસ.માં ટ્રમ્‍પ સરકારે અમેરિકનોને મળતી રોજગારીમાં વધારો કરવા માટે વિદેશી કુશળ કર્મચારીઓને અપાતા H-1B વીઝાના નિયમો કડક બનાવ્‍યા બાદ હવે અભ્‍યાસ માટે વિદેશોમાંથી આવતા વિદ્યાથી૪ઓને અપાતા F1 વીઝા ઉપર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યુ છે. જે બાબત અભ્‍યાસ માટે આવતા વિદ્યાર્થીઓને આગળ જતા H-1B વીઝા મળવાની શકયતા ઉપર કાપ મુકનારી બની શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતિ મુજબ અભ્‍યાસ માટેના F-1 વીઝા મેળવી અમેરિકા જતા વિદેશી વિદ્યાર્થીઓ ૧ વર્ષ પછી ‘‘ઓપ્‍શનલ પ્રેકટીકલ ટ્રેનીંગ'' દરમિયાન કામ કરી શકે છે તથા આગળ જતા H-1B વીઝા મેળવી કાયમી નાગરિકત્‍વ મેળવી શકે છે.

પરંતુ હવે ટ્રમ્‍પ સરકારે આ ઓપ્‍શનલ પ્રેકટીકલ ટ્રેનીંગ' દરમિયાન કામ કરવાના અધિકાર ઉપર અંકુશ મુકતા વિદ્યાર્થીઓને H-1B વીઝા મેળવી કાયમી નાગરિકત્‍વ મળવાની શક્‍યતા ઘટી શકે છે. તેથી આ F1 વીઝાનો મોહ પણ ઓછો થઇ શકે છે તેવો વાલીઓનો અભિપ્રાય હોવાનું જાણવા મળે છે.

(9:49 pm IST)