Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

અમેરિકામાં ૬૦૦૦૦ જેટલા ઇન્‍ડિયન અમેરિકન ફીઝીશીયન્‍શ તથા ૨૫૦૦૦ ઉપરાંત મેડીકલ સ્‍ટુડન્‍ટસની મેમ્‍બરશીપ ધરાવતું ‘‘AAPI'': ૧૨ એપ્રિલ ૨૦૧૮ના રોજ ઇન્‍ડિયન અમેરિકન પ્રજાજનોના હૃદયને લગતા રોગો માટે સંશોધન તથા ગ્રાન્‍ટ સાથે હાર્ટ હેલ્‍થ અવેરનેસ એન્‍ડ રિસર્ચ એકટ ૨૦૧૭ને સમર્થન ઘોષિત કર્યુ

વોશીંગ્‍ટનઃ અમેરિકામાં ૬૦,૦૦૦ જેટલા ઇન્‍ડિયન અમેરિકન ફીઝીશીયન્‍શ તથા ૨૫૦૦૦ ઉપરાંત મેડીકલ સ્‍ટુડન્‍ટસની મેમ્‍બરશીપ ધરાવતા ‘‘અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીયન્‍શ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન'' (AAPI)ના ઉપક્રમે ૨૦૧૮ની સાલ દરમિયાન બંધારણા દિવસની થઇ રહેલી ઉજવણી અંતર્ગત ૧૨ એપ્રિલના રોજ ‘‘સાઉથ એશિઅન હાર્ટ હેલ્‍થ અવેરનેસ એન્‍ડ રિસર્ચ એકટ ૨૦૧૭''ને સમર્થન ઘોષિત કર્યુ હતુ જેમાં હૃદયને લગતા રોગોની સારવાર તથા સંશોધન અંગેની ગ્રાન્‍ટનો સમાવેશ થઇ જાય છે. તેમજ આરોગ્‍ય સિવાયના પ્રશ્નો માટે પણ સમર્થનની ઘોષણા કરી હતી.

આ તકે લો મોકર્સ જો ક્રાઉલી, હવાઇ રીપ્રેઝન્‍ટેટીવ સુશ્રી તુલસી ગબ્‍બાર્ડ, સુશ્રી પ્રમિલા જયપાલ, શ્રી રો ખન્ના, ફિલ રો, માઇક કેન્‍ડી, એન્‍ડી બાર, મેરીલેન્‍ડના કોંગ્રેસના ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવાર સુશ્રી અરૂણા મિલ્લર, AAPI લેજીસ્‍લેટીવ કમિટી, ચેરમેન ડો. વિનોદ શાહ, કો-ચેર ડો.સંપટ શિવાંગી સહિતનાઓ હાજર રહ્યા હતા તથા પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.

(9:48 pm IST)