Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ઇન્‍ડિયન અમેરિકન ડો.પ્રણવ પટેલ ઉપર ૧ મિલીયન ડોલર જેટલી રકમના હેલ્‍થકેર ફ્રોડનો આરોપઃ ૨૦૦૮ થી ૨૦૧૩ની સાલ દરમિયાન દર્દીઓની સારવાર કર્યા વિના ખોટા બીલો મુકી વીમા કંપનીઓ સાથે છેતરપીંડી કર્યાના આરોપો

શિકાગોઃ યુ.એસ.માં શિકાગો સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન ડોકટર ૫૧ વર્ષીય પ્રણવ પટેલ ઉપર  મેડીકેર તથા ઇન્‍સ્‍યુરન્‍સને લગતા ખોટા બીલો બનાવી ૧ મિલીયન ડોલરની રકમનો ફ્રોડ કરવાનો આરોપ લગાવાયો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

શિકાગોમાં પાલોસ મેડીકલ કેર ધરાવતા આ ડોકટરે ૨૦૦૮ થી ૨૦૧૩ની સાલ દરમિયાન જે દર્દીઓના નિદાન કે ટેસ્‍ટ નહોતા કર્યા તેમના બીલો મુકી ૯,૫૦,૦૦૦ ડોલર જેટલી રકમ વીમા કંપનીઓ પાસેથી મેળવી લીધાના જુદા જુદા આરોપો છે. જે માટે તેમના ઉપર કરાયેલા કોર્ટ કેસની આગામી મુદત ૧૫મે ૨૦૧૮ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:47 pm IST)