Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

યુ.એસ.ના ન્‍યુજર્સીમાં ૨૦મે ૨૦૧૮ના રોજ પાંચ કિ.મી. રન તથા ૧ કિ.મી. વોક દ્વારા ફંડ રેઇઝીંગનું આયોજન : ઓમ પરીખ મેમોરીઅલ આયોજીત આ કાર્યક્રમ દ્વારા બાળકોને નાનપણથી જ પ્રતિકૂળ સંજોગો સામે હિંમતપૂર્વક તથા હસતામુખે ઝઝુમવા પ્રોત્‍સાહિત કરવાનો હેતુ

ન્‍યુજર્સી : યુ.એસ.માં ૨૦મે ૨૦૧૮ના રાજ થોમ્‍પસન પાર્ક મોનરો ટાઉનશીપ ન્‍યુજર્સી મુકામે ‘‘ ઓમ પરીખ મેમોરીઅલ ''ના  ઉપક્રમે પાંચ કિ.મી રન તથા ૧ કિ.મી વોક સાથે ફંડ રેઇઝીંગનું આયોજન કરાયું છે.

આ રન તથા વોક થોન ના આયોજન દ્વારા ફંડ ભેગુ કરવાનો હેતુ બાળકોને નાનપણથી જ પ્રતિકૂળ સંજોગો સામે હિંમતપૂર્વક  તથા હસતા મુખે ઝઝુમવા પ્રોત્‍સાહિત કરવાનો છે તથા શરૂઆતથી જ કેન્‍સરનું નિદાન કરાવી તેને થતું અટકાવવાનો હેતુ છે. સ્‍વ. ઓમ પરીખને ૧૦ વર્ષની  ઉંમરે જ બ્રેઇન ટયુમરની તકલીફ થઇ જતાં તેણે હિંમતપૂર્વક તથા હસતા મુખે તમામ સારવારમાં સતત ૩ વર્ષ સુધી સહયોગ આપ્‍યો હતો. તેની સ્‍મૃતિમાં બાળકોને કોઇપણ જાતના પ્રતિકૂળ સંજોગોનો હિંમતપૂર્વક સામનો કરવાની પ્રેરણાં આપવા ઉપરોકત આયોજન કરવું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:39 am IST)