Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

યુ.એસ.માં ન્‍યુયોર્ક સ્‍થિત ભારતીય મૂળની મહિલા ૩૮ વર્ષીય હરલીન તથા તેના દાદા-દાદી આગમાં ભડથું: મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા ત્રણેના મોતઃ બે બાળકો સહિત કુલ ૭ લોકો ગંભીર રીતે દાઝી જતા હોસ્‍પિટલમાં

ન્‍યુયોર્કઃ યુ.એસ.સ્‍થિત ભારતીય મૂળની મહિલા ૩૮ વર્ષીય હરલીન મેગ્‍ગો તથા તેના દાદી ૮૨ વર્ષીય કૌર કૈન્‍થ અને દાદા ૮૭ વર્ષીય પ્‍યારા કૈન્‍થનું ઘરમાં અચાનક આગ ફાટી નીકળતા દાઝી થવાથી કરૂણ મોત થયું છે.તેમજ હરલીનના બે બાળકો ૬ વર્ષીય પુત્ર તથા ૮ વર્ષીય પુત્રી પણ સખત રીતે દાઝી ગયા છે. જેઓને આગમાંથી બચાવી લઇ રેસ્‍કયુ દ્વારા હોસ્‍પિટલમાં દાખલ કરાયા છે. મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા કુલ ૭ વ્‍યક્‍તિઓને દાઝી જવાથી ઇજાઓ થઇ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતિ મુજબ શનિવારે નાસ્‍સાઉ કાઉન્‍ટી મેડીકલ સેન્‍ટરના જણાવ્‍યા મુજબ હોસ્‍પિટલમાં દાખલ કરાયેલા આ દાઝી ગયેલા લોકોની સ્‍થિતિ હજુ પણ ગંભીર છે. જો કે ન્‍યુયોર્ક સીટી ફાયર ડીપાર્ટમેન્‍ટના જણાવ્‍યા મુજબ દાઝી ગયેલા ૭ લોકોના જીવ જોખમમાં નથી.

ભારતીય મૂળની મહિલા હરલીનના પરિવારમાં પ્રસંગે હોવાથી તેઓ તેની તૈયારીમાં હતા તે દરમિયાન આ ઘટના બની હતી. એસેમ્‍બલીમેનના અભિપ્રાય મુજબ આ વિસ્‍તારમાં મકાનોમાં લાકડાનું પ્રમાણ વધુ હોવાથી આગની ઘટના બની શકે છે. જે ફેલાઇ પણ શકે છે. એટલું જ નહિં આવુ થાય ત્‍યારે એલાર્મની સગવડતા પણ ન હોવાથી આગ ઝડપથી ફેલાઇ શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:46 pm IST)