Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

ઇન્‍ડિયન અમેરિકન સુશ્રી શિરીન સંતોષમનો ‘‘ટોપ ટવેન્‍ટી ફાઇવ ડુઅર્સ, ડ્રીમર્સ, એન્‍ડ ડ્રાઇવર્સ ર૦૧૮'' લીસ્‍ટમાં સમાવેશ : સાન જોસ કેલિફોર્નિયા સ્‍થિત ચિફ ઇનોવેશન ઓફિસર સુશ્રી શિરીનનું ગવર્મેન્‍ટ ટેકનોલોજી દ્વારા સન્‍માન

કેલિફોર્નિયા :  યુ.એસ.માં સાન જોસ  કેલિફોર્નિયા ખાતેના ચીફ ઇનોવેશન ઓફિસર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી શિરીન સંતોષમનો સમાવેશ ગવર્મેન્‍ટ ટેકનોલોજી દ્વારા ‘‘ટોપ ટવેન્‍ટી ફાઇવ ડુઅર્સ, ડ્રીમર્સ એન્‍ડ ડ્રાઇવર્સ ઓફ -ર૦૧૮''માં કરાયો છે.

સુશ્રી શિરીન હાર્વર્ડ બિઝનેસ સ્‍કુલ તથા કેનેડી સ્‍કુલ ઓફ ગવર્મેન્‍ટના ગ્રેજયુએટ છે. તથા ર૦૧૬ની સાલથી સાન જોસ મેયરની ઓફિસમાં સીનીયર પોલીસી એડવાઇઝર તથા ચીફ ઇનવેશન ઓફિસર તરીકે સેવાઓ આપે છે. તથા ર૦ર૦ની સાલ સુધીમાં મેયરના સ્‍માર્ટ સિટી વિઝનને સફળ બનાવા માટે કાર્યરત છે.

(10:54 pm IST)