Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

ઇન્ડિયન અમેરિકન દિનેશ શંકરને ૩૩ માસની જેલસજાઃ મેડીકલ કંપનીમાંથી ઉચાપત કરવાના આરોપસર જેલ ઉપરાંત ૨૬ લાખ ડોલરનું વળતર ચૂકવવાનો હુકમ

કેલિફોર્નિયાઃ યુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન ૪૧ વર્ષીય દિનેશ શંકરને મેડીકલ કંપનીમાંથી ઉચાપત કરવાના આરોપસર ૩૩માસની જેલસજા થઇ છે તથા ૨૬ લાખ ૧૮ હજાર ડોલરનું વળતર ચૂકવવાનો હુકમ કરાયો છે.

સાન જોસ સ્થિત શંકરને ઉપરોકત સજા તથા દંડ પૂર્ણ થયા બાદ ૩ વર્ષ નજરકેદ હેઠળ રાખવાનો હુકમ કરાયો છે.

૨૦૧૩  થી ૨૦૧૮ની સાલ દરમિયાન તેના ઉપર કંપનીમાંથી ઉચાપતના આરોપો લગાવાયા હતા. જેના પરિણામે કંપનીને ૨૫ લાખ ૭૬ હજાર ડોલર જેટલું નુકશાન થયું હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:20 pm IST)