Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

યુ.એસ.ના ન્‍યુજર્સીના આઇસીએસના ઉપક્રમે ઉજવાયેલા દિવાળી પર્વમાં TVAsia ના ચેરમેન પદ્મશ્રી શ્રી એચ. આર. શાહનું સન્‍માન કરાયું

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સી : ઇન્‍ડીયન કલ્‍ચરલ સોસાયટી દ્વારા દિવાળી પર્વ નિમિત્તે તાજેતરમાં આયોજિત સ્‍નેહમિલન કાર્યક્રમમાં પદ્માશ્રી એચ.આર. શાહનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

વર્ષોર્ષની જેમ આ વર્ષે ૧ર મી નવેમ્‍બરના રોજ નોર્થ જર્સીમાં વેઇન ખાતે આવેલા ગાંધી હિંદુ ટેમ્‍પલ ખાતે ખુબ ધામધૂમ સાથે બહોળી જનમેદની વચ્‍ચે યોજાયેલ સ્‍નેહમીલન કાર્યક્રમની સાથોસાથ આ સન્‍માનવિધિ કરવામાં આવી હતી.

વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશની વંદના અને ત્‍યારબાદ મહેમાનોના હસ્‍તે દીપ પ્રજવલન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.

ઇન્‍ડીયન કલ્‍ચરલ સોસાયટીના ચેરમેન શ્રી જયોતીન્‍દ્રભાઇ પટેલે એમના સ્‍વાગતપ્રવચનમાં સમારંભના અતિથીઓ ગુજરાત લિટરરી એકેડેમીના અધ્‍યક્ષ શ્રી રામ ગઢવી ચાલો ગુજરાતના પ્રણેતા શ્રી સુનીલ નાયક, ગુજરાત ટાઇમ્‍પ અખબારના તંત્રી શ્રી હસમુખ બારોટ સહિત સૌ ઉપસ્‍થિતોનો શાબ્‍દિક આકાર કરતા જણાવ્‍યું કે દિવાળી ઉજવણી અને સન્‍માન કાર્યક્રમના ઉપલક્ષ્યમાં આયોજિત સ્‍નેહમિલનમાં લોકોની આટલી બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિતિ પ્રોત્‍સાહક છે અને અવસર સાચા અર્થમાં સાર્થક થયો હોવાની અન્‍યુભૂતિ થાય છે શ્રી જયોતિન્‍દ્ર પટેલે શ્રી એચ. આર. શાહની સામાજિક નિસ્‍બતને બિરદાવતા જણાવ્‍યું કે અમેરિકન ભારતીય સુમદાયના ઉત્‍કર્ષ માટે તેઓ સતત પ્રવૃતિશીલ રહ્યા છે. એમના વડપણ હેઠળ કાર્યરત ટીવી એશિયા દ્વારા શિક્ષણ, સાહિત્‍ય અને સંસ્‍કૃતિનાં સંવર્ધન માટે થતા અથાક પ્રયાસોને સૌએ બિરદાવવા જ રહ્યા. શ્રી એચ. આર. શાહના જીવનની ઉપલબ્‍ધી જોઇએ તો નાનકડા એક કન્‍વીનીયન્‍ટ સ્‍ટોરથી પ્રારંભાયેલી એમની જીવનયાત્રા અને એમનો વ્‍યવસાય એમની લગન, નિષ્‍ઠા અને પ્રામાણિકતાથી ખુબ વિસ્‍તર્યો અને અન્‍ય ક્ષેત્રે પણ વિસ્‍તર્યો પરિણામે આજે એ કારોબાર મોટા આમ્‍પાયરમાં પરિવર્તિત થયો છે. જીવનમાં આવેલી અડચણોને એમણે કયારેય ગણકારી નથી અને સફળતાને એમને અહંકાર નથી. શ્રી જયોતીન્‍દ્ર પટેલે વધુમાં જણાવ્‍યું કે અત્‍યંત મિતભાષી, મળતા વડા અને સૌને સહજ ઉપલબ્‍ધ શ્રી એચ. આર. શાહની કમ્‍યુનીટી સર્વિસીસની અમેરિકન ભારતીય સમુદાય અને ગુજરાતી સમાજ કદર કરે છે અને ગર્વ સાથે શ્રી એચ. આર. શાહનું સન્‍માન કરતા આનંદ અનુભવે છે.

 સમારંભમાં ઉપસ્‍થિત શ્રી એચ. આર. શાહની કમ્‍યુનીટી સર્વિસીસને બિરદાવવા તાજેતરમાં જ ભારતના રાષ્‍ટ્રપતિના હસ્‍તે એનાયત થયેલ પદ્મશ્રી સન્‍માન બદલ તે દિવસે ઇન્‍ડિીયન કલ્‍ચરલ સોસાયટી ન્‍યુજર્સીના હોદ્દેદારો સર્વ શ્રી જયોતીન્‍દ્ર પટેલ, રામ ગઢવી, સુનીલ નાયક, કેની દેસાઇ, પીયુષ પટેલ, કિરીટભાઇ તથા દક્ષેશભાઇ પટેલ દ્વારા અત્‍યંત ઉત્‍સાહ ભર્યા સમારંભમાં શ્રી એચ.આર. શાહને પુષ્‍પગુચ્‍છ અર્પણ કરવામાં આવ્‍યો તેમજ શાલ અને પ્‍લેક અર્પણ કરવામાં આવી હતી.

સન્‍માનના પ્રત્‍યુત્તરમાં પદ્મશ્રી એચ.આર. શાહે ઇન્‍ડીયન કલ્‍ચરલ સોસાયટીનો આભાર વ્‍યકત કરતા જણાવ્‍યું કે આ સમારંભ ભાવુક થઇ જવાય એવો સમારંભ છે. આઇસીએસ જેવા સંગઠન દ્વારા થતું સન્‍માન જીવનમાં આત્‍મસંતોષનો ભાવ લાવે છે. આઇ.સી.એસ.નાં આયોજનની તેમણે પ્રસંશા કરતા જણાવ્‍યું કે અમેરિકામાં વસતા અલગ અલગ ભારતીય સમુદાયના લોકો પોતાની સંસ્‍કૃતિને ઉજાગર કરતાં સાંસ્‍કૃતિક કાર્યક્રમોની આ એક સમયે એક જ છત નીચે રજુ કરી શકે એવી મોકળાશ કરી આપવામાં આવે છે એ ધન્‍યાવાદને પાત્ર છે અને આવા પ્રયાસોથી ઉપસ્‍થિત સૌમાં પારિવારિક સદ્‌્‌ભાવના દર્શન થાય છે. તેમણે વધુમાં જે સ્‍થળે સમારંભ આયોજિત કરાયો હતો એવા વેઇનમાં આવેલા ગાંધી ટેમ્‍પલની સરાહના કરતા એની સહાયાર્થે સૌને આગળ આવવા અનુરોધ કર્યો હતો. ટીવી એશિયા દ્વારા નિર્મિત પદ્મશ્રી એચ. આર શાહના જીવન અને કવન પર આધારિત ડોકયુમેન્‍ટ્રી ફિલ્‍મનું નિદર્શન કરાયું હતું.

ગાંધી મંદિરમાં યોજાતી સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે બ્‍લડ ડોનેશન અને મેડીકલ ચેકઅપ જેવી સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવા ઉપરાંત ગાંધી મંદિરના પૂજન અર્ચનમાં કાર્યરત એવા અત્‍યંત સેવાભાવી સત્‍પુરૂષ શાષાી શ્રી અરવિંદભાઇ ભટ્ટ અને એમના પત્‍નીનાં કાર્યપ્રદાની સૌએ એક અવાજે સરાહના કરી હતી અને એમના તંદુરસ્‍ત દીર્ધાયુ અર્થે શુભેચ્‍છાઓ વ્‍યકત કરી  હતી. સ્‍નેહમિલનના અવસરે મનોરંજન માટે મુંબઇથી આવેલ ઓરકેષ્‍ટ્રાના કલાકારો શ્રી દિલીપ પાંડે અને અંકિતા દ્વારા જુના નવા હિન્‍દી ફિલ્‍મોના સુમધુર ગીતો અને સાજીન્‍દાઓ દ્વારા રજૂ થયેલ મેલોડીયસ સંગીતે ઉપસ્‍થિત સૌને ડોલતા કરી દીધા હતા.

 સૌના માટે આ પ્રસંગે સ્‍વાદિષ્‍ટ ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી તેવું સુશ્રી નિકેતાા વ્‍યાસના અહેવાલ દ્વારા શ્રી વિજય ઠક્કરની યાદીમાં જણાવાયું છે.

(11:26 am IST)