Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

મહિલાઓને થતા બ્રેસ્ટ કેન્સરમાં પાકિસ્તાન સમગ્ર એશિયામાં મોખરે : દર વર્ષે 90 હજાર મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો ભોગ બને છે : જે પૈકી 40 હજારનું મોત નીપજતું હોવાનો અહેવાલ

ઇસ્લામાબાદ : મહિલાઓને થતા બ્રેસ્ટ કેન્સરમાં પાકિસ્તાન સમગ્ર એશિયામાં મોખરે હોવાનો અહેવાલ મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યો છે.

આ અહેવાલમાં જણાવાયા  મુજબ દર વર્ષે 90 હજાર મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો ભોગ બને છે જે પૈકી 40 હજારનું મોત નીપજે છે.સામાન્ય સંજોગોમાં દર દસ મહિલાઓ પૈકી એક મહિલા આ રોગનો ભોગ બની રહી છે.

આના કારણમાં જણાવાયા  મુજબ અગાઉથી નિદાન કરવા માટે મહિલાઓમાં સંકોચ ,તથા પૂરતી જાગૃતિનો અભાવ જોવા મળ્યા છે.

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ વેબિનારમાં ઉપરોક્ત બાબતે અહેવાલ અપાયો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:05 pm IST)