Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ગુજરાતીઓનો પ્રિય નવરાત્રિ મહોત્સવ : અમેરિકામાં ગુજરાતી કલ્ચરલ એશોશિએશન ઓફ એરિઝોનાના ઉપક્રમે ૪ તથા પ ઓકટોબર તેમજ ૧૧ તથા ૧ર ઓકટો. ર૦૧૯ ના રોજ રાસ ગરબાની રમઝટઃ હિતેષ નાણાવટી તથા રાઘવ મ્યુઝીક ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘૂમાવશે

એરિઝોના :  યુ.એસ. માં ગુજરાતી કલ્ચરલ એશોશિએશન ઓફ એરિઝોના (GCA) ના ઉપક્રમે આજ ૪ ઓકટો. તથા આવતીકાલ પ ઓકટો. તથા ૧૧ અને ૧ર ઓકટો. ર૦૧૯ ના રોજ નવરાત્રિ ઉત્સવ ઉજવાશે.

ગ્રીન વે હાઇસ્કુલ 3930 W ગ્રીન વે રોડ, ફોનિકસ મુકામે થનારી ઉજવણીમાં હિતેષ નાણાવટી (લાલો) તથા ભારતનું સુવિખ્યાત મ્યુઝીકલ ગ્રુપ રાઘવ ખેલૈયાઓને ગરબે ઘૂમાવશે.

આગામી ૧૯ ઓકટો. ના રોજ દિવાળી ડિનર તથા લાઇવ બોલીવુડ નાઇટનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જેનું સ્થળ ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશન કોમ્યુનીટી હોલ નકકી કરાયું છે તેવું જાણવા મળે છે.

(9:50 pm IST)