Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ઇન્ડિયન અમેરિકન શ્રી દિલીપ તુંકીએ જોહન્સ ક્રિક સીટી કાઉન્સીલર તરીકે ઉમેદવારી નોંધાવી

જયોર્જીયાઃ યુ.એસ.માં જયોર્જીયા સ્થિત ઇન્ડિયન અમેરિકન શ્રી દિલીપ તુંકીએ જોહન્સ ક્રિક સીટી કાઉન્સીલર તરીકે ઉમેદવારી નોંધાવી છે. તેઓ જોહન ક્રિકસમાં છેલ્લા ૧૯ વર્ષથી વસવાટ કરે છે.

શ્રી દિલીપ છેલ્લા ૨૮ વર્ષનો વ્યાવસાયિક અનુભવ ધરાવે છે. ઉપરાંત એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ એજ્યુકેશન, લીડરશીપ ગવર્નન્સ, પ્રોજેકટ મેનેજમેન્ટ તેમજ 'એન્જીનીઅરીંગ' ક્ષેત્રે કામગીરી બજાવી ચૂકયા છે. છેલ્લા ૩ વર્ષથી તેઓ સ્કૂલ ગવર્નન્સ કાઉન્સીલ ફોર ચત્તાહોશી હાઇસ્કૂલ સાથે જોડાયેલા છે. ઉપરાંત તેમણે હેરીટેજ ગાર્ડન, ન્યુ ગોટ ફોર્મ, વોટરીંગ સોલ્યુશન, બટરફલાય ગાર્ડન સહિતના ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બજાવેલી છે.

તેઓ જયોર્જીયા યુનિવર્સિટીની એમ.બી.એ. તથા ેનવાયરમેન્ટ એન્જીનીયરીંગ સાથે સિવીલ એન્જીનીયરીંગ માસ્ટર ડીગ્રી ધરાવે છે.

(9:11 pm IST)
  • વડોદરા જીલ્લા પંચાયતના પ્રમુખ પદે ભાજપના ટેકાથી ઇલાબેન ચૌહાણનો વિજય : ઇલાબેને કોંગ્રેસના નીલાબેનને આપી હાર access_time 1:00 pm IST

  • જામકંડોરણામાં વરસાદ પડયોઃ કોટડા સાંગાણીના ગામોમાં મોડી સાંજે વરસાદ પડયોઃ ગીર સોમનાથમા વરસાદ યથાવતઃ અમરેલી જીલ્લામાં વરસાદી માહોલઃ દેવળકી ગામમાં ધોધમાર વરસાદ પડયોઃ પાલીતાણા શહેર અને ગ્રામ્યમાં વરસાદ: બગસરામાં પણ ધીમીધારે વરસાદી પડ્યો હતો access_time 10:46 pm IST

  • મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી :મનસેના 32 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર : પહેલી યાદીમાં 27 ઉમેદવારો જાહેર કર્યા હતા : બીજી યાદીમાં 45 ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ મોડીરાત્રે ત્રીજી યાદી જાહેર કરી : વરલી બેઠક માટે હજુ સુધી કોઈ નામ જાહેર કરાયું નથી : પાર્ટીએ અનેક નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા access_time 1:08 am IST