Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી ક્રિશ્ના ચિનોયને એન્ડ્રયુ કાર્નેગી પ્રાઇઝ એનાયતઃ પેરાલિસીસનો ભોગ બનેલા લોકોના અંગો ફરીથી કામ કરતા થઇ જાય તે માટે સંશોધન કરવા બદલ કરાયેલી કદર

સ્ટેનફોર્ડઃ યુ.એસ.માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન શ્રી ક્રિશ્ના ચિનોયને એન્ડ્રયુ કાર્નેગી પ્રાઇઝથી સન્માનિત કરાયા છે. માઇન્ડ એન્ડ બ્રેઇન સાયન્સ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ તેઓને આ ૬ઠ્ઠુ વાર્ષિક પ્રાઇઝ અપાયુ છે.

તેમણે કરેલ સંશોધન પેરાલિસીસનો ભોગ બનેલા લોકોના અંગો ફરીથી કામ કરતા થઇ જાય તે માટેનું છે. જે મગજના ચેતા તંત્રને ગતિ આપવાનું કામ કરે છે.

(9:14 am IST)