Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

SGVP ગુરૂકુલની નૂતન શાખા અમેરિકાના સનાતન સ્વામિ. મંદિરમાં ગણેશજી ૧૧૧૧ લાડુ ધરાવી પૂજન કરાયું પરિસરના જ સરોવરમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાયું

         અમેરિકા જ્યોર્જીયા તા. ૨ જ્યાં વિષ્ણુ, શ્રીલક્ષ્મી-નારાયણ દેવ, તિરૂપતિ બાલાજી, ઉમિયામાં, અંબામાં, શિવ, પાર્વતીજી, હનુમાનજી, ગણપતિજી વગેરે હિન્દુ સનાતન ધર્મની ૧૮ જેટલી મૂર્તિઓ શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં પધરાવવામાં આવી છે. તે અમેરિકા/જ્યોર્જીયા સ્ટેટના સવાનાહ સિટીમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને વેદાંતસ્વરૂપદાસજી સ્વામી અને કૃષ્ણજીવનદાસજી સ્વામીની આગેવાની નીચે તેમજ પૂજારી તુષારભાઈ વ્યાસ અને પૂજારી અંકિતભાઈ રાવલના સહકારથી, કોરોના મહામારીના કારણે માત્ર હિન્દુ સનાતન મંદિરમાં રહેતા સંતોની ઉપસ્થીતિમાં ગણેશચતુર્થી થી ૧૦ દિવસ સુધી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

         છેલ્લે દિવસે ગણપતિદાદાને ૧૧૧૧ ચુરમાના લાડુ ધરાવી પૂજન કરી વેદાંતસ્વરૂપદાસજી સ્વામીએ આરતી ઉતારી હતી. આ ઉત્સવના યજમાન તરીકે પંકજભાઈ પટેલ તેમજ રમેશભાઈ પટેલ રહ્યા હતા.

(4:28 pm IST)