Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

પત્ની સહીત 4 કુટુંબીઓની હત્યાના આરોપસર ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવરની ધરપકડ

ઓહિયો : પત્ની સહીત 4 કુટુંબીઓની એપ્રિલ માસમાં હત્યા કરવાના આરોપસર ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવર 37 વર્ષીય ગુરપ્રીત સિંઘની કનેક્ટીકટ ખાતેથી  ધરપકડ થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. તે ઓહિયોમાં ટ્ર્ક  ડ્રાઇવર તરીકે કામ કરતો હતો.

28 એપ્રિલના રોજ બનેલી ઘટના મુજબ વેસ્ટ ચેપટર ખાતેના તેના નિવાસ સ્થાનેથી તેની પત્ની સહીત 4 કુટુંબીઓની લોહીથી લથબથ લાશ મળી આવી હતી.જેમના ઉપર ગોળીબાર કરાયો હોવાનું જણાયું હતું જે અંગે પોલીસને તેણે જણાવાયા મુજબ તેના લગ્ન 17 વર્ષથી થયા હતા.તેઓને 3 બાળકો છે.જેઓ ઘટના સમયે સબંધીના ઘેર હતા.પોલીસ તપાસ ચાલુ છે.

(12:39 pm IST)