Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

વોશિંગટન ડીસીમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સાથેનો દુર્વ્યવહાર શરમજનક : ભારત ખાતેના અમેરિકાના રાજદૂત કેન જસ્ટરે માફી માંગી

ન્યુદિલ્હી : અમેરિકામાં 25 મે ના રોજ પોલીસ દમનને કારણે એક અશ્વેત વ્યક્તિનું મોત થતા સમગ્ર દેશમાં હજુ પણ વિરોધના વંટોળ સાથે તોફાનો ચાલુ છે.એટલું જ નહીં આ તોફાનોએ હિંસક સ્વરૂપ પણ લઇ લીધું છે.
          દેખાવકારોએ વોશિંગટન ડીસીમાં આવેલા ભારતના દૂતાવાસ બહારના ભાગમાં મુકવામાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરી છે.જે 2000 ની સાલમાં ભારતના તત્કાલીન વડાપ્રધાન સ્વ.અટલબિહારી બાજપાયીનાં હસ્તે મુકવામાં આવી હતી.જે બદલ ભારત ખાતેના અમેરિકાના રાજદૂત કેન જસ્ટરે માફી માંગી છે અને ઉપરોક્ત ઘટનાને શરમજનક ગણાવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:45 pm IST)