Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

હું ઓપિનિયન પોલમાં માનતો નથી : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન વિજેતા થશે તે વાતમાં મને વિશ્વાસ નથી : ડોનાલ્ડ ટ્રમ્પ

 વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટે 3 નવેમ્બર 2020 ના રોજ થનારી ચૂંટણીમાં વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન વિજેતા થશે તેવા ઓપિનિયન પોલના વર્તારાને ખોટો ગણાવી ટ્રમ્પએ કહ્યું હતું કે હું ઓપિનિયન પોલમાં માનતો નથી.તેમજ જો બિડન વિજેતા થશે તેવા અભિપ્રાય માટે મને નવાઈ  લાગે છે.

ઉલ્લેખનીય છે કે ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને ચારે બાજુથી મળી રહેલા સમર્થન અને પ્રાઈમરી ચૂંટણીઓમાં મળી રહેલા વિજય અંગે ટ્રમ્પને પૂછવામાં આવતા તેમણે ઉપરોક્ત જવાબ આપ્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:33 pm IST)