Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

યુ.કે.ના લંડનમાં પ્રતિબંધિત ડ્રગની હેરાફેરી બદલ ભારતીય મૂળો ગુરદિપ સમુરા દોષિત પૂરવારઃ ૧૦ કિલો કોકિન તથા ગન સાથે પકડાયેલા ડ્રગ માફિઆને ૭ વર્ષ અને ૮ માસની જેલ

લંડનઃ યુ.કે.ના લંડનમાં ૧૦ કિલો જેટલું કોકિન ઘુસાડવા બદલ ભારતીય મૂળના ડ્રગ માફીઆ ૪૪ વર્ષીય ગુરદિપ સમુરાને યુ.કે. કોર્ટએ ૭ વર્ષ તથા ૮ માસની જેલસજા ફરમાવી છે.

યુ.કે.ની નેશનલ ક્રાઇમ એજન્‍સી દ્વારા નવેં. માસમાં ગુચ્‍દિપની ધરપકડ કરાઇ હતી. ત્‍યારે તેની પાસેથી પ્રતિબંધિત હથિયાર ગન પણ મળી આવેલ તે બદલ પણ તેને કસૂરવાન ગણાયો છે. જયારે તેના જોડીદારને પ્રતિબંધિત ડ્રગની હેરાફેરી બદલ ૬ વર્ષ અને ૬ માસની સજા ફરમાવાઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

યુ.એસ.ના કેલિફોર્નિયામાં પ્રતિબંધિત દવાઓ વેચવાના આરોપસર ઇન્‍ડિયન અમેરિકન ડોકટર ૭૧ વર્ષીય ગુપ્‍તાની ધરપકડઃ જો આરોપો પૂરવાર થાય તો વધુમાં વધુ ૨૦ વર્ષની જેલસજા થઇ શકે

(ફોટો.medicine)હેડીંગ મેટર

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના મોડેસ્‍ટો કેલિફોર્નિયામાં દર્દીઓને પ્રતિબંધિત તેવી ઓપિઓઇડસ દવાઓ આપવા બદલ ઇન્‍ડિયન અમેરિકન ડોકટર ૭૧ વર્ષીય સોતંત્રકુમારની ૨૬ એપ્રિલ ૨૦૧૮ના રોજ ધરપકડ થઇ છે. તથા ૨૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ તેમને બે લાખ ડોલરના બોન્‍ડ ઉપર મુક્‍ત કરી મેડીકલ પ્રેકટીસ કરવા ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે. તેમના ઉપર મુકાયેલા જુદા જુદા ૨૬ આરોપો પૂરવાર થાય તો તેમને વધુમાં વધુ ૨૦ વર્ષની જેલસજા થઇ શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:24 pm IST)