Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

અમેરિકાના પ્રેસિડન્‍ટ પદના ઉમેદવાર બર્ની સેન્‍ડર્સના ચૂંટણી કમ્‍પેનમાં શ્રી રો ખન્‍નાને સ્‍થાનઃ વિવિધ કોમ્‍યુનીટીના ૪ અગ્રણીઓની પેનલમાં ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી ખન્‍નાને શામેલ કરાયા

કેલિફોર્નિયાઃ અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્‍ટ પદની ચૂંટણીના ઇન્‍ડિપેન્‍ડન્‍ટ ઉમેદવાર સેનેટર બર્ની સેન્‍ડર્સના ચૂંટણી કમ્‍પેનમાં ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્‍નાને સ્‍થાન અપાયું છે.

બર્ની સેન્‍ડર્સએ આ અગાઉ ૨૦૧૬ની સાલમાં પણ પ્રેસિડન્‍ટ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમાં તેઓ પરાજીત થયા હતા. તેમના ચૂંટણી કમ્‍પેનમાં વિવિધ કોમ્‍યુનીટીના ૪ અગ્રણીઓનો સમાવેશ કરાયો છે જેમાં શ્રી ખન્‍નાને શામેલ કરાયા છે. વર્તમાન પ્રેસિડન્‍ટ અને આ પદ માટેના ભાવિ ઉમેદવાર ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સામેની ટક્કરમાં તેઓ અમેરિકાની આર્થિક, સામાજીક, જાતિવાદી તથા પર્યાવરણને લગતી સમસ્‍યાઓ, તથા મેડીકેર ઉપર ભાર મુકશે. તથા મેડીકેર ક્ષેત્રોમાં બર્ની સેન્‍ડર્સના મહત્‍વના યોગદાન વિષે લોકોને માહિતગાર કરશે. 

(8:54 pm IST)