Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

‘‘મિસાઇલ સિસ્‍ટમ ટેકનોલોજી એવોર્ડ ૨૦૧૯'': યુ.એસ.ની સુપ્રતિષ્‍ઠિત અમેરિકન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ એરોનોટિકસ દ્વારા અપાતા એવોર્ડ માટે ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર શ્રી જી સથીષ રેડ્ડીની પસંદગી

વર્જીનીઆઃ યુ.એસ.માં મિસાઇલ સિસ્‍ટમ ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત કંપની DRDOના ચેરમેન ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર ૫૫ વર્ષીય શ્રી જી સથીષ રેડ્ડીને ‘‘મિસાઇલ સિસ્‍ટમ એવોર્ડ ૨૦૧૯'' આપી સન્‍માનિત કરાશે. યુ.એસ.ની સુપ્રતિષ્‍ઠિત ગણાતી અમેરિકન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ એરોનોટિકસ એન્‍ડ એસ્‍ટ્રોનોટિકસ (ખ્‍ત્‍ખ્‍ખ્‍) દ્વારા તેમને મિસાઇલ સિસ્‍ટમ ટેકનોલોજી ક્ષેત્રે વિશિષ્‍ટ કામગીરી બદલ ઉપરોક્‍ત એવોર્ડ અપાશે તેમની સાથે રોન્‍ડેલ જે વિલસનને પણ એવોર્ડ અપાશે.

શ્રી સથીષની નિમણુંક ગયા વર્ષે ડીફેન્‍સ રિસર્ચ ડેવલપમેન્‍ટ ઓર્ગેનાઇઝેશન (ઝય્‍ઝબ્‍)ના ચેરમેન તરીકે થઇ હતી.

(8:53 pm IST)