Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

આતંકવાદીઓને આશ્રય આપવાનું બંધ કરોઃ આતંકવાદીઓના અડ્ડા ધરાવતા પાકિસ્‍તાનની ઝાટકણી કાઢતા અમેરિકાના પ્રેસિડન્‍ટ પદના ઉમેદવાર હિન્‍દુ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્‍બાર્ડ

વોશીંગ્‍ટનઃ અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્‍ટ પદની ચૂંટણીના ડેમોક્રેટ ઉમેદવાર હિન્‍દુ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્‍બાર્ડએ આતંકવાદીઓને પ્રોત્‍સાહિત કરતા પાકિસ્‍તાનની સખત ઝાટકણી કાઢી છે.

તેમણે પાકિસ્‍તાન સરકારને અનુરોધ કર્યો હતો કે આતંકવાદીઓનો સફાયો કરવાનો સમય આવી ગયો છે. તથા આ કટ્ટરપંથીઓ વિરૂધ્‍ધ તમામ આગેવાનોએ ઠોસ કદમ લેવા જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે સુશ્રી તુલસી અમેરિકાના હવાઇ ક્ષેત્રમાંથી સતત ૪ થી ટર્મમાં કોંગ્રેસ વુમન તરીકે ચૂંટાઇ આવેલા દેશના એકમાત્ર હિંદુ મહિલા છે.

(8:51 pm IST)