Gujarati News

Gujarati News

News of Friday, 1st March 2019

" આનું નામ નસીબ બે ડગલાં પાછળ" : અમેરિકામાં 1.5 અબજ ડોલરની લોટરી વિજેતા વ્યક્તિ હજુ સુધી હાજર થયેલ નથી : ટિકિટ ખોવાઈ ગઈ હશે ,વિજેતાને ખબર નહીં હોય ,કે આનંદના અતિરેકથી મૃત્યુ થયું હશે સહીત વિવિધ અટકળો : લોટરી વિક્રેતા ઇન્ડિયન અમેરિકનનું બોનસ અટક્યું

સાઉથ કેરોલિના : અમેરિકાના સાઉથ કેરોલિનામાં છેલ્લા 20 વર્ષથી સ્ટોર ચલાવતા ઇન્ડિયન અમેરિકન સી.જે.પટેલના સ્ટોરમાંથી ખરીદાયેલી લોટરી ટિકિટને 1.5 બિલિયન ડોલરનું ઇનામ લાગ્યાના સમાચાર વાયુવેગે દેશમાં ફરી વળ્યાં છે.પરંતુ હજુ સુધી આ લોટરીના કોઈ વિજેતા જૅકપૉટની રકમ લેવા નહીં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

કદાચ લોટરી લીધા પછી મૃત્યુ થયું હોય ,કદાચ ટિકિટ ખોવાઈ ગઈ હોય ,કદાચ જેકપોટ વિજેતાને પોતે લોટરી જીત્યાની ખબર ન પણ હોય તેવા અનેક અનુમાનો થઇ રહ્યા છે. આ બધાની વચ્ચે લોટરી વિક્રેતા ઇન્ડિયન અમેરિકન માટે ભારે વિટમ્બણા ઉભી થઇ છે.કારણકે તેને મળતું 50 હજાર ડોલરનું બોનસ અટકી પડ્યું છે.જોકે લોટરી રજૂ કરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ હોવાથી લોટરી વિજેતા હાજર થવાની રાહ જોવાઈ રહી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:43 pm IST)