Gujarati News

Gujarati News

News of Friday, 1st March 2019

ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિઓમી રાવની નિમણૂકને 12 વિરુધ્ધ 10 મતથી સેનેટ પેનલની બહાલી : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ કોલંબિયા સર્કિટ જજ તરીકે નિમણુંક આપી હતી : જ્યુડીશીઅરી કમિટીએ આ નિમણુંક મંજુર કરી દેતા હવે સેનેટમાં બહાલી માટેનો માર્ગ મોકળો

વોશિંગટન : ઇન્ડિયન અમેરિકન લો પ્રોફેસર મહિલા સુશ્રી નિઓમી રાવની સર્કિટ જજ તરીકેની નિમણૂકને સેનેટની  જ્યુડીશીઅરી કમિટીએ 12 વિરુધ્ધ 10 મતથી બહાલી આપી દેતા હવે સેનેટમાં તેમની નિમણુંક માટેનો માર્ગ મોકળો બન્યો છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ કોલંબિયા સર્કિટ જજ તરીકે તેમને આપેલી નિમણુંક વિરુધ્ધ થયેલા વિરોધ વચ્ચે તેમની નિમણુંક સેનેટમાં અટકી પડવાની શક્યતા હતી તે હવે દૂર થવા પામી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:49 pm IST)