Gujarati News

Gujarati News

News of Friday, 1st March 2019

અમેરિકાના ગન વાયોલન્સને કંટ્રોલ કરતું બિલ સંસદમાં મુકતા ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામૂર્થી : ગન વેચતા પહેલા ખરીદનારનો હિસ્ટરી જાણવા 3 દિવસ રાહ જોવી ફરજીયાત બનશે

વોશિંગટન :  ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામૂર્થીએ ગઈકાલ 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકાની સંસદમાં ગન વાયોલન્સને કંટ્રોલ કરતું બિલ રજૂ કર્યું હતું ,કુલ એક્ટ તરીકે ઓળખાતા આ બિલ મુજબ ગન વેચતા પહેલા ખરીદનારનો હિસ્ટરી જાણવા 3 દિવસ રાહ જોવી ફરજીયાત બનશે જેનો હેતુ ગન વાયોલન્સ અટકાવવાનો છે.

શ્રી ક્રિષ્નામૂર્થીએ મુકેલા આ બિલને અન્ય 30 કોંગ્રેસમેનએ પણ ટેકો આપ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે આ એક્ટ અમેરિકાના 9 રાજ્યોમાં અમલી છે.જેને સર્વગ્રાહી બનાવી સમગ્ર દેશમાં અમલી બનાવવાનો હેતુ છે.

(6:07 pm IST)