Gujarati News

Gujarati News

News of Friday, 1st March 2019

" મેડિકેર ફોર ઓલ " : અમેરિકાની સંસદમાં બિલ રજૂ કરતા ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસવુમન સુશ્રી પ્રમીલા જયપાલ : હેલ્થ ઈન્સ્યુરન્સ નહીં ધરાવતા અથવા ઓછો ધરાવતા તમામ પ્રજાજનોને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ પુરી પાડવાનો હેતુ

વોશિંગટન :ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસવુમન સુશ્રી પ્રમીલા જયપાલ સહિત અન્ય કોંગ્રેસમેન સમર્થકોએ સંસદમાં" મેડિકેર ફોર ઓલ" બિલ રજુ કર્યું છે.જેનો હેતુ તમામ પ્રજાજનોને  આરોગ્ય સુરક્ષા પુરી પાડવાનો છે.જેમાં વીમો નહીં ધરાવતા અથવા ઓછો ધરાવતા તમામ લોકોનો સમાવેશ કરાયો છે.એટલું જ નહીં સમાજના અસંગઠિત વર્ગને પણ આવરી લેવાયો છે.જેમાં બાળકો , મહીલાઓ ,સીનીઅર સીટીઝન સહિતના તમામ વર્ગનો સમાવેશ થાય છે.

આ બિલ રજૂ કરતા સુશ્રી જયપાલએ જણાવ્યું હતું કે અમેરિકામાં આરોગ્ય સેવાઓ ખુબ મોંઘી છે.તેમ છતાં દરેક પ્રજાજનોનો આ આરોગ્ય સેવાઓ મેળવવાનો હક્ક છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં અમેરિકામાં હેલ્થ ઈન્સ્યુરન્સ નહીં ધરાવતા લોકોની સંખ્યા 30 મિલિયન છે.તથા ઓછો વીમો ધરાવતા લોકોની સંખ્યા 40 મિલિયન છે.જે તમામને વિના મુલ્યે આરોગ્ય સેવાઓ મળી રહે તેવો આ બિલનો હેતુ છે.

(1:25 pm IST)