Gujarati News

Gujarati News

News of Friday, 1st March 2019

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા શ્રી પંચમુખા હનુમાન ટેમ્પલ ખાતે 4 માર્ચ સોમવારે મહાશિવરાત્રી પર્વ ઉજવાશે : રુદ્રાભિષેક ,મહા રુદ્ર યજ્ઞ ,તથા સામુહિક પૂજાનો લહાવો

કેલિફોર્નિયા : અમેરિકામાં ટોરન્સ કેલિફોર્નિયા મુકામે આવેલા શ્રી પંચમુખા હનુમાન ટેમ્પલ ખાતે 4 માર્ચના રોજ મહાશિવરાત્રી પર્વ ઉજવાશે જે અંતર્ગત 3 માર્ચ રવિવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા દરમિયાન ગિરિજા કલ્યાણમ તથા 4 માર્ચ સોમવારે સવારે 10 વાગ્યાથી મહા રુદ્ર યજ્ઞ યોજાશે તથા બપોરે 4 વાગ્યાથી રાત્રીના 1 વાગ્યા સુધી એકાદશી રુદ્રાભિષેકમ થશે તથા  રાત્રે 8 વાગ્યે સામુહિક રુદ્ર અભિષેક કરાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)