Gujarati News

Gujarati News

News of Friday, 1st March 2019

યુ.એન.ખાતેના અમેરિકાના પૂર્વ પ્રતિનિધિ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નીક્કી હેલીએ નોનપ્રોફિટ પોલિસી એડવોકસી ગ્રુપનું લોન્ચિંગ કર્યું : અમેરિકાના અર્થતંત્ર ,સંસ્કૃતિ ,તથા સલામતીને સમર્થન તથા ટેકો આપી અમેરિકન ડ્રિમ સાકાર કરવાનો હેતુ

વોશિંગટન :યુ.એસ.ના સાઉથ કેરોલિનાના પૂર્વ ગવર્નર તથા યુનાઇટેડ નેશનશ ખાતેના અમેરિકાના પૂર્વ પ્રતિનિધિ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નીક્કી હેલીએ 25 ફેબ્રુઆરી 2019 ના રોજ નોનપ્રોફિટ પોલિસી એડવોકસી ગ્રુપનું લોન્ચિંગ કર્યું છે.જેનો હેતુ અમેરિકાના અર્થતંત્ર ,સંસ્કૃતિ ,તથા સલામતીને સમર્થન તથા ટેકો આપવાનો છે.તેના મારફત તેઓ નાગરિકોને અમેરિકાના સ્વાતંત્ર્યનું મૂલ્ય તથા દેશની મહત્તા વિષે વાકેફગાર કરશે તથા અમેરિકન ડ્રિમ સાકાર કરવામાં યોગદાન આપશે.

(12:04 pm IST)