Gujarati News

Gujarati News

News of Tuesday, 26th February 2019

USCISએ ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં ૬૦ ટકા H-1B વીઝાધારકોને RFE નોટિસ મોકલીઃ આ વીઝા ધારકોની કામગીરી દેશના નિયમો મુજબ છે કે કેમ તેની ચકાસણી શરૂ

મુંબઇઃ યુ.એસ.ની સિટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસએ H-1B વીઝા ધારકો પાસે માંગવાની થતી ''રિકવેસ્ટ ફોર એવિડન્સ (RFE) પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જે મુજબ ઓકટો.થી ડીસેં.૨૦૧૮ના કવાર્ટરમાં ૬૦ ટકા વીઝાધારકોને આ RFE નોટીસ મોકલી છે. જે આગલા વર્ષના આ કવાર્ટરમાં ૩૮ ટકા વીઝાધારકોને મોકલાઇ હતી.

આ નોટીસ અંતર્ગત H-1B વીઝા ધારકોની કામગીરી દેશના નિયમો મુજબ છે કે કેમ તે અંગે ચકાસણી થાય છે. તેમજ વીઝાધારકને નોકરીમાં રાખનાર કંપની પાસેથી પણ તેની ખરાઇ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે યુ.એસ.માં ઓકટો.થી સપ્ટેં.માસ સુધીનું નાણાંકિય વર્ષ ગણાય છે. તેથી ઉપરોકત આંકડાઓ ચાલુ વર્ષના એટલે કે ૨૦૧૯ની સાલના પ્રથમ કવાર્ટરના છે. જેમાં ૧ લાખ ૫૦ હજાર વીઝાધારકોને નોટીસ મોકલાઇ છે. જે આગલા વર્ષે એટલે કે ૨૦૧૮ના નાણાંકિય વર્ષમાં ૮૬ હજાર એટલે કે ૩૮ ટકા વીઝાધારકોને નોટીસ મોકલાઇ હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:28 pm IST)