Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

કેલીફોર્નિયામાં મૈસુરના અભિષેક ભટ્ટને ગોળી મારી :મોત

અમેરીકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યા

ન્યૂયોર્ક, તા.૨, કર્ણાટકના  મૈસૂરનો વતની  અને અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ  કરતો વિદ્યાર્થી અભિષેક ભટ્ટની અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી હતી. અભિષેક ભટ્ટ એક મોટલમાં પાર્ટટાઈમ કામ કરતો હતો,ત્યારે તેની હત્યા કરાઈ હતી, તે કોમ્પ્યુટરમાં માસ્ટર ડિગ્રી ભણવા કેલિફોર્નિયા ગયો હતો. ડિગ્રી પૂરી કરવામાં માત્ર ચાર માસ બાકી હતા  અને તેની હત્યા થતાં પરિવારજનો ભાંગી પડ્યા હતા. પરિવારજનોએ કહ્યું કે, અભિષેકના મૃતદેહને ભારત લાવવામાં કઠીનતા હોવાથી તેના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરાશે. અમે ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી વધુ  માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.પરિવારમાંથી પિતા અને ભાઈ અમેરિકા અંતિમવિધિ માટે જશે.

સમગ્ર ઘટના ગુરૂવારે ઘટી હતી. અભિષેક જે મોટલમાં પાર્ટ ટાઇમ જોબ કરતો હતો ત્યાં બાહરથી જ તેનો મૃતદેહ મળ્યો હતો. અભિષેકને ગોળી ધરબી હત્યા કરનાર એરીક ટર્નર (૪૨) શનિવારે સવારે પોલીસ સમક્ષ હાજર થયો હતો. હત્યાના હેતુ અંગે પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે.

(9:58 am IST)
  • શરદ પવારે જાહેર કર્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર એકબીજાના સંપર્કમાં હતા તેની મને જાણ હતી access_time 12:57 am IST

  • અરબી સમુદ્રમાં વાવાઝોડું પવન આકાર લઇ રહ્યું છે,અરબી સમુદ્રમાં રેકર્ડબ્રેક આઠમું વાવઝોડુ સર્જાશે,જોકે ભારતીય સમુદ્રકાંઠે વાવાઝોડાથી કોઈ ભય નથી,અને વાવઝોડુ પવન,સોમાલિયા તરફ આગળ વધશે access_time 8:53 pm IST

  • માનવ સંસાધન મંત્રાલય કહ્યું છે કે તુરતમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરી દેવાશે access_time 12:50 am IST