Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

યુ.એસ.માં અર્કાન્સસ સ્ટેટ રીપ્રેઝન્ટેટીવ તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્ડિયન અમેરિકન શ્રી મઝહીલ રાજેન્દ્રનઃ કોમ્યુનીટી પ્રશ્નોને વાચા આપવાનો હેતુ

અર્કાન્સસઃ ઇન્ડિયન અમેરિકન આઇ.ટી.પ્રોફેશ્નલ શ્રી મઝહીલ રાજેન્દ્રનએ અર્કાન્સસના ૩૧મા ડીસ્ટ્રીકટમાંથી સ્ટેટ રીપ્રેઝન્ટેટીવ તરીકે ઉમેદવારી નોંધાવી છે.

શ્રી મઝહીલ અધિકૃત ઇન્ફોર્મેશન ટેકનોલોજી વ્યવસાયી છે તથા એન્જીનીઅરીંગ મેનેજમેન્ટમાં ડોકટરેટ ડીગ્રી ધરાવે છે.

તેઓ કોમ્યુનીટીના પ્રશ્નોને સ્ટેટ હાઉસમાં વાચા આપવાની નેમ ધરાવે છે. ઉપરાંત ગરીબી ઘટાડવા, ઉચ્ચ શિક્ષણ તેમજ ઇન્ફ્રાન્સ્ટ્રકચરના આધુનિકરણ માટે કામ કરવા માંગે છે. તેઓ લાયબ્રેરી સિસ્ટમના ડીરેકટર છે. ક્રિશ્ચીઅન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના બોર્ડ મેમ્બર છે ઉપરાંત અર્કાન્સસ તામિલનાડુ સંગમના પ્રેસિડન્ટ છે. તેમજ ઇન્સ્ટિીટયુશન ઓફ એન્જીનીઅર્સ તથા ઇન્ડિયન સોસાયટી ફોર ટેકનીકલ એજ્યુકેશનના લાઇફ મેમ્બર છે.

(9:08 pm IST)