Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

કેનેડામાં શીખ વકીલે બ્રિટિશ કવિનના ફોટાની સામે શપથ લેવાનો ઈન્કાર કર્યો : અમે આઝાદી માટે બલિદાન આપ્યું છે : પંજાબી વકીલ પ્રભજોત સિંહ વારિંગે રાણીના ફોટા સામે શપથ લેવાની બાબતને અધિકારોના ઉલ્લંઘન સમાન ગણાવી

ટોરોન્ટોઃ કેનેડાના એડમોન્ટન (આલ્બર્ટા)માં પંજાબી વકીલ પ્રભજોત સિંહ વારિંગે ઈંગ્લેન્ડની રાણી એલિઝાબેથના કાયદા હેઠળ શપથ લેવાનો ઈન્કાર કરી દીધો છે અને કહ્યું છે કે તે તેના અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

 નોંધનીય છે કે અહીં કાયદાનો અભ્યાસ કરીને વકીલ બનેલા પ્રભજોત સિંહે અમૃતધારી શીખ હોવાના કારણે ઈંગ્લેન્ડની રાણી એલિઝાબેથની તસવીર સામે શપથ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. વકીલ પ્રભજોતે કહ્યું કે તેઓ રાણીની સામે શપથ લઈને પોતાના વ્યવસાયમાં જવા માંગતા નથી.

પ્રભજોત સિંહે કહ્યું કે રાણીના કાયદા હેઠળ તેમણે શપથ લીધા નથી કારણ કે અમે આઝાદી માટે બલિદાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે કેનેડાના ઘણા રાજ્યોએ આ શપથ કાયદાને રદ કરી દીધો છે, પરંતુ આલ્બર્ટામાં હજુ પણ તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ અહીં પણ લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(7:27 pm IST)