Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

લંડનમાં ભારતીય મૂળના રાજેશ વર્માના હત્યારાઓ વિષે માહિતી આપનારને 20 હજાર પાઉન્ડનું ઇનામ : 2003 ની સાલમાં હુમલો થયો હતો : હજુ સુધી કોઈની ધરપકડ થઇ શકી નથી

લંડન : લંડનમાં 2003 ની સાલમાં ભારતીય મૂળના 42 વર્ષીય રાજેશ ' રાજ ' વર્મા ઉપર 8 લોકોએ હુમલો કર્યો હતો.જે પૈકી એકે માથાના ભાગ ઉપર તીક્ષ્ણ હથિયાર મારતાં  તેઓ માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા.અને 2018 ની સાલમાં તેમનું મૃત્યુ થયું હતું

આથી 17 વર્ષ પહેલાનો આ કેસ સ્કોટલેન્ડ પોલીસે ફરીથી ઉખેડ્યો છે.અને ફરીવાર હત્યારાઓ વિષે માહિતી આપનાર માટે 20 હજાર પાઉન્ડનું ઇનામ જાહેર કર્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:07 pm IST)
  • ગીર સોમનાથ મહીલા પી.એસ.આઈ નિમાયા: વડોદરા ખાતે પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા સુવા રીનાબેન હાજાભાઈને ગીર સોમનાથમાં નિમણુંક કરાઈ access_time 10:24 pm IST

  • અનંતનાગ અથડામણમાં CRPF જવાન અને એક બાળકની હત્યા કરનાર આતંકી ઠાર : આતંકવાદી જાહિદ ડાસ શ્રીનગરમાં અથડામણમાં મરાયો : જમ્મુ - કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સીઆરપીએફના એક જવાન અને છ વર્ષના બાળકની હત્યા કરનાર ત્રાસવાદીને સુરક્ષાદળોએ શ્રીનગરના માલબાગ વિસ્તારમાં અથડામણમાં ફુંકી મારવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આતંકવાદીની ઓળખ જમ્મુ-કાશ્મીર ઇસ્લામિક સ્ટેટના જાહિદ ડાસ તરીકે થઇ છે. જેને ૨૬ જુને દક્ષિણી કાશ્મીરના બિઝબિહારામાં સીઆરપીએફ દળ પર હુમલો કર્યો હતો. access_time 3:36 pm IST

  • રાજકોટમાં રદ થઈ ગયેલી 1000 અને 500ના દરની 96 લાખ 50 હજારની ચલણી નોટો સાથે 2 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા: વાંકાનેર લુણસરના પ્રૌઢ અને સુરતના વૃદ્ધની ધરપકડ: મવડી પોલીસ હેડ ક્વાર્ટર પાસે સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસેથી જૂની ચલણી નોટો ઝડપાઇ: લુણસરના પટેલ હરજીવન રામજીભાઈ વસીયાણી અને સુરતનો પટેલ ભીખાભાઇ બાબુભાઇ નરોડીયા સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસેથી ફિયાટ મોટરમાંથી ઝડપાયા : કોઈ ધાર્મિક સંસ્થાની આ રકમ હોવાનું ચર્ચાઈ છે access_time 8:34 pm IST