-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
અમેરિકાના ન્યુજર્સીમાં આજ ૩૦ જુન શનિવારના રોજ FOGANAના ઉપક્રમે ગરબા,રાસ તથા ફોક ડાન્સ સ્પર્ધા
(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં ફેડરેશન ઓફ ગુજરાતી એશોશિએશન્શ ઓફ નોર્થ અમરિકા (FOGANA)ના ઉપક્રમે આજ ૩૦ જુન ૨૦૧૮ શનિવારના રોજ પેટ્રીઓટસ થિએટર, વોર મેમોરીઅલ, ૧ મેમોરીઅલ ડ્રાઇવ, ટ્રેન્ટોન, ન્યુજર્સી મુકામે ગરબા, રાસ,તથા ફોક ડાન્સ સ્પર્ધાનું આયોજન કરાયું છે.
બપોરે ૧ વાગ્યાથી શરૃ થનારી આ કોમ્પીટીશનમાં ન્યુયોર્ક, ન્યુજર્સી, વર્જીનીઆ,ઇલિનોઇસ, મિચીગન, ટેકસાસ, નોર્થ કોરોલિના સાઉથ કોરોલિના, તથા કેલિફોર્નિયા સહિતના સ્થળોના સ્પર્ધકો ભાગ લેશે.
તમામ ઉમરના લોકો માટે આ સ્પર્ધા છે જે પૈકી ફયુઝન ગરબા હાઇસ્કૂલર્સ માટે છે.
વિશેષ માહિતિ માટે સુશ્રી સ્મિતા મિકી પટેલ (૬૦૯)૫૭૫-૮૪૦૯ અથવા WWW.INDIAPERFORMINGARTSCENTER.COM નો સંપર્ક સાધી શકાશે.
સ્પોન્સરશીપ તથા વેન્ડર્સ માટે (૬૦૯)૪૬૮-૧૨૧૨ દ્વારા તથા ટિકિટ માટે શ્રી પંકેશ (૯૦૮)૪૨૧-૧૬૦૦નો સંપર્ક કરવા જણાવાયું છે. ટિકિટના દર VIP ૧૦૦ ડોલર, ૫૦ ડોલર, ૩૫ ડોલર તથા ૨૫ ડોલર છે. તેવું indiaorgusa@aol.com ની યાદીમાં જણાવાયું છે.