Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

મોસ્ટ સક્સેસફુલ ફિમેલ લીડર્સ 2018 : અમેરિકાના સિલિકોન વેલી બિઝનેસ જર્નલ દ્વારા બહાર પડાયેલી 100 પ્રતિભાશાળી મહિલાઓની યાદીમાં ઇન્ડિયન અમેરિકન સુશ્રી ગીતા ભાર્ગવ સહિત 11 મહિલાઓને સ્થાન

સિલિકોન વેલી :    અમેરિકાના સિલિકોન વેલી બિઝનેસ જર્નલ દ્વારા બહાર પડાયેલી મોસ્ટ સક્સેસફુલ ફિમેલ લીડર્સ 2018 ની યાદીમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ગીતા ભાર્ગવ ઉપરાંત 10 મહિલાઓએ સ્થાન મેળવ્યું છે.જેઓ જુદા જુદા વ્યવસાય અથવા સેવાકીય ક્ષેત્રે અગ્રણી છે.

     આ પ્રતિભાશાળી તથા સફળ ઇન્ડિયન અમેરિકન મહિલાઓમાં સુશ્રી ગીતા ભાર્ગવ,માનસી શાહ,સિંધુ પાયનકુલાઃ,સોનિયા નિજ્જર,રશ્મિ ગાર્ડે,મીના દોશી,એશા બંદોપાધ્યાય,અંજુ આહુજા,તથા વંદના અગ્રવાલ સહિતનાઓનો સમાવેશ થાય છે.

   જર્નલ દ્વારા કુલ 100 મહિલાઓને સક્સેસફુલ લીડર તરીકે ઘોષિત કરાઈ છે.

(8:30 pm IST)