Gujarati News

Gujarati News

News of Sunday, 29th April 2018

'બડ્ડી રોબોટ' : તુટેલા હોઠવાળા બાળકોને વાર્તાના માધ્યમથી સ્પષ્ટ ઉચ્ચારો શિખવતુ સાથી સંગાથી રોબોટઃ યુ.એસ.ની ઈન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ પવિત્રા રામમુર્તિના નેતૃત્વ હેઠળની ટીમ ઈનોવેશન ચેલેન્જ વિજેતા : ૭૫૦૦ ડોલરનું ઈનામ મેળવ્યુ

ઈન્ડિયાના : યુ.એસ.ની ઈન્ડિયાના યુનિવર્સિટીની ઈન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ પવિત્રા રામમુર્તિના નેર્તત્વ હેઠળની ગ્રેજ્યુએટ સ્ટુડન્ટની ટીમએ ૧૧ એપ્રિલ ૨૦૧૮ના રોજ સેંગ વુ ઈનોવેશન ચેલેન્જમાં વિજેતા બની ૭૫૦૦ ડોલરનું ઈનામ મેળવ્યુ છે.

આ ટીમએ રજુ કરેલા 'બડ્ડી રોબોટ'  કે જે તુટેલા હોઠવાળા બાળકોને સ્પષ્ટ ઉચ્ચાર  સમજાવવાનુ કામ કરે છે.  તેને આવા બાળકોના સાથી સંગાથી સમાન ગણી નિર્ણાયકોની ટીમએ વિજેતા પદ એનાયત કર્યુ છે.

આ રોબોટ બાળકોને ઘેરબેઠા સ્પષ્ટ ઉચ્ચારો સાથે  સ્ટોરી  કહેવાની પ્રેકટીસ કરાવે છે. તથા તેમને અમુક શબ્દો સમજાવવામાં તેમજ બોલવામાં પડતી મુશ્કેલીઓ દુર કરવા માર્ગદર્શન આપે છે. ટીમ દ્વારા રજુ કરાયેલા આ નવીનતમ પ્રોજેકટએ ૭ સ્પર્ધકો વચ્ચે મેદાન મારી જઇ વિજેતાપદ મેળવી લીધુ હતુ. તેવુ સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(8:40 pm IST)