Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

''વોશીંગ્ટન લીડરશીપ પ્રોગ્રામ'': અમેરિકાના રાજકારણમાં સક્રિય થવા ઇન્ડિયન અમેરિકન કોલેજ સ્ટુડન્ટસ માટેનો ઇન્ટરશીપ પ્રોગ્રામઃ જુન થી ઓગ ૨૦૧૯ દરમિયાન યોજાનારા પ્રોગ્રામમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ ૧૫ જાન્યુ ૨૦૧૯

વોશીંગ્ટનઃ અમેરિકાના રાજકારણમાં સક્રિયાપણે ભાગ લેવા ઇચ્છુક ઇન્ડિયન અમેરિકન કોલેજ સ્ટુડન્ટસ માટે ''વોશીંગ્ટન લીડરશીપ પ્રોગ્રામ''ના નેજા હેઠળ ઇન્ટરશીપ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે.

આ પ્રોગ્રામ અંતર્ગત ૮ જુન ૨૦૧૯ થી ૨ ઓગ.૨૦૧૯ દરમિયાન સમર લીડરશીપ પ્રોગ્રામ યોજાશે. જેમાં જોડાવા ઇચ્છુક સાઉથ  એશિઅન અમેરિકન કોલેજ સ્ટુડન્ટસ માટે રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ ૧૫ જાન્યુ.૨૦૧૯ છે. જે માટે ઓનલાઇન અરજી કરવા www.thewlp.com/the-wlp-program દ્વારા સંપર્ક સાધી શકાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:01 pm IST)