Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ભારતની સ્કૂલોના વિદ્યાર્થીઓએ બસમાં ટીંગાઇને સ્કૂલે જવું પડે છેઃ અમેરિકાના કેટી પોલીસ ડીપાર્ટમેન્ટએ ભારતની હાંસી ઉડાવતો ફોટો ફેસબુક ઉપર વાઇરલ કર્યોઃ સ્કૂલ ડીસ્ટ્રીકટના વાલીઓએ વિરોધ નોંધાવતા માફી માંગી ફોટો ફેસબુક ઉપરથી હટાવી લીધો

ટેકસાસઃ નેશનલ સ્કૂલ બસ સેફટી વીકની હાંસી ઉડાવતો ભારતની સ્કૂલોના બાળકોને બસમાં ટીંગાઇને જવુ પડતો હોવાનો ફોટો અમેરિકાના ટેકસાસમાં આવેલા કેટીના સ્થાનિક પોલીસ ડીપાર્ટમેન્ટએ ફેસબુક ઉપર મુકતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે.

વંશીય ભેદભાવ સમા આ ફોટાથી નારાજ કેટી ઇન્ડીપેન્ડન્ટ સ્કૂલ ડીસ્ટ્રીકટના વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તથા આ ઘટનાને શરમ જનક ગણાવી હતી. જેના પરિણામે તુરંત જ પોલીસ ડીપાર્ટમેન્ટએ આ ફોટો ફેસબુક ઉપરથી હટાવી લઇ માફી માંગી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:25 pm IST)