Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ઇન્ડિયન અમેરિકન એન્જીનીઅર તથા બિઝનેસમેન શ્રી સનત સેઠીએ સાન રામોન મેયર પદ માટે ઉમેદવારી નોંધાવી : 2011 ની સાલથી ચૂંટાઈ આવતા વર્તમાન મેયરનો મુકાબલો કરશે

કેલિફોર્નિયા :યુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેન તથા એન્જીનીઅર શ્રી સનત સેઠીએ કેલિફોર્નિયામાં આવેલા સાન ફ્રાન્સિસ્કોના સાન રામોન શહેરના મેયર તરીકે ઉમેદવારી નોંધાવી છે.તેઓ 2011 ની સાલથી ચૂંટાઈ આવતા વર્તમાન પ્રતિસ્પર્ધી બિલ ક્લાર્કસનનો મુકાબલો કરશે.

 તેઓ શહેરના ઉજ્જવળ આર્થિક ભવિષ્ય માટે પોતાના એન્જીનીઅરીંગ તથા વ્યવસાયિક અનુભવોનો લાભ આપવાની નેમ ધરાવે છે.છેલ્લા 11 વર્ષથી તેઓ પોતાની પત્ની તથા 2 બાળકો સાથે સાન રામોનમાં સ્થાયી થયા છે.તેમને તેમના પરિવારનો તથા કોમ્યુનિટીનો પદ ઉપર ચૂંટાઈ આવવા માટે પૂરતો સહકાર છે તેમ જણાવે છે.તેઓ શહેરના પાર્ક્સ,હિલ્સ,તેમજ ગોલ્ફ કોર્સનો વિકાસ કરવા માંગે છે.તેમજ શિક્ષણ સુવિધા વધારવા માંગે છે.ગુનાખોરી ઉપર કાબુ કરવા માંગે છે.તથા વર્તમાન ટેક્નોલોજીના ઉપયોગથી કોમ્યુનિટીની સલામતી વધારવા માંગે છે.તેવું જાણવા મળે છે.

(11:44 am IST)