Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

ખાડી દેશોમાં નોકરી કરવા ઇચ્છુક ભારતીયો માટે રાહતના સમાચાર : સંયુક્ત આરબ અમીરાતના દેશોમાં ભારતની શૈક્ષણિક ડિગ્રી માન્ય રહેશે : અબુધાબી સ્થિત ભારતના એમ્બેસેડર શ્રી નવદીપ સિંહ સુરીના પ્રયાસને મળેલી સફળતા

દુબઇ : ખાડી દેશોમાં નોકરી કરવા જવા ઇચ્છુક ભારતીયો માટે રાહતના સમાચાર છે.જે મુજબ સંયુક્ત આરબ અમીરાતના દેશોમાં ભારતની શૈક્ષણિક ડિગ્રી માન્ય રહેશે

અગાઉ બાબતે પ્રશ્નો ઉભા થતા અનેક ભારતીયોને નોકરીનો લાભ મળી શક્યો નહોતો તેથી જો અન્ય શરતો મંજૂરીને આધીન હશે તો ભારતની શૈક્ષણિક ડિગ્રીના આધારે ખાડી દેશોમાં નોકરી મળી શકશે અબુધાબી સ્થિત ભારતના  એમ્બેસેડર શ્રી નવદીપ સિંહ સુરી સમક્ષ આવેલા પ્રશ્નના અનુસંધાને તેમણે  શિક્ષણમંત્રી સાથે કરેલી વાટાઘાટને સફળતા મળી છે.

ઉલ્લેખનીય છે કે યુ...માં સ્થાયી થયેલા ઈમિગ્રન્ટ્સમાં 33 ટકા ભારતીયો છે.જે કુલ આબાદીના 30 ટકા જેટલી વસતિ ધરાવે છે.

(10:36 am IST)