Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2019

''અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન (AIF)'': અંતરિયાળ વિસ્તારોમાં વસતિ મહિલાઓને પગભર કરવા તથા આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપવા કાર્યરત ફાઉન્ડેશનઃ ૧૬ માર્ચના રોજ કેલિફોર્નિયા મુકામે યોજાઇ ગયેલો ૧૮મો વાર્ષિક ગાલા પ્રોગ્રામઃ મહિલા સશકિતકરણ માટે ૧.૫ મિલીયન ડોલર ભેગા થઇ ગયા

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં તાજેતરમાં ૧૬ માર્ચ ૨૦૧૯ના રોજ સાન જોસ કેલિફોર્નિયા મુકામે અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન (AIF)નો ૧૮મો વાર્ષિક બે એરીયા ગાલા પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં મહિલા સશકિતકરણ માટે ૧.૫ મિલીયન ડોલરનું ફંડ ભેગુ થઇ ગયું હતું. AIF કો.ફાઉન્ડર સુશ્રી લતા ક્રિશ્નનએ સમાચાર સૂત્રોને જણાવ્યા મુજબ આ ફાઉન્ડેશન દ્વારા ભારતમાં વસતિ મહલિાઓને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા ઉપરાંત પ્રસૂતિ સમયે થતા મૃત્યુનો દર ઘટાડવાનો, નવજાત શિશુના મૃત્યુદર ઘટાડવાનો સહિત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે જે માટે ભારત સ્થિત જુદા જુદા ૨૨૦ ઓર્ગેનાઇઝેશન સાથે પાર્ટનરશીપ કરવામાં આવી છે.

(8:03 pm IST)