Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

‘‘સાવધાન'' : હવે મલેશિયામાં સોશીઅલ મિડીયાના માધ્‍યમથી ‘‘ફેઇક ન્‍યુઝ'' ફેલાવનારને ૬ વર્ષની જેલ તથા ૧,ર૩,૦૦૦ ડોલરનો દંડ થશે : સમાજમાં તિરસ્‍કાર ફેલાવતા ખોટા સમાચારો તથા અફવાઓ સામે મલેશિયા સરકારની લાલ આંખ : ‘‘એન્‍ટી ફેઇક ન્‍યુઝ ર૦૧૮ બિલ'' પાર્લામેન્‍ટમાં બહુમતિથી પસાર

ફુલાલુમ્‍પુર : મિડીયાના માધ્‍યમથી ફેલાવાતા ‘ફેઇક ન્‍યુઝ' એટલે કે ખોટા સમાચારો તથા અફવાઓ સામે મલેશિયા સરકારે લાલ આંખ કરી છે. જે મુજબ આવા ખોટા ન્‍યુઝ ફેલાવનારને વાણી સ્‍વાતંત્ર્યની રક્ષાને ધ્‍યાનમાં રાખ્‍યા બાદ બદઇરાદા સાથે સોશીયલ મિડીયામાં ન્‍યુઝ કે વીડિયો મુકનારને વ્‍યકિતગત કોર્ટ દ્વારા કામ ચલાવી ચકાસણી કર્યા બાદ વધુમાં વધુ ૬ વર્ષથી જેલ સજા તથા વધુમાં વધુ ૧,ર૩,૦૦૦ ડોલરનો દંડ થઇ શકશે આ એકટ હેઠળ વિદેશી નાગરિકો પણ આવી જાય છે.

મલેશિયા બાદ હવે સિંગાપોર તથા ફિલીપાઇન્‍સ પણ આ ક્ષેત્રે આગળ વધવા માંગે છે પરંતુ હ્યુમન રાઇટસ એકટીવસ્‍ટ આ બાબતને વાણી સ્‍વાતંત્ર્ય ઉપર તરાપ સમાન ગણતાં હોવાથી હજુ નિર્ણય લઇ શકાયો નથી. જયારે મલેશિયા સરકારે તિરસ્‍કાર ફેલાવતા ખોટા સમાચારો વિરૂધ્‍ધ ઉપરોકત દંડ તથા જેલની સજાની જોગવાઇ કરતો ‘‘એન્‍ટી ફેઇક ન્‍યુઝ ર૦૧૮ બીલ'' પ્રસ્‍તાવ પાસ કરી દીધો છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(11:42 pm IST)