Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

‘‘ USA હોલ ઓફ ફેઇમ એવોર્ડ ર૦૧૮'' માટે ઇન્‍ડિયન અમેરિકન શ્રી શમ્‍મી રાણાની પસંદગી માર્શલ આર્ટસ તથા વ્‍યાવસાયિક સ્‍પોર્ટસને આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે પ્રોત્‍સાહિત કરવા બદલ પસંદગી

વોશીંગ્‍ટન :  ઇન્‍ડિયન અમેરિકન શ્રી શમ્‍મી રાણાની પસંદગી ‘‘USA'' ઓફ ફેઇલ એવોર્ડ -ર૦૧૮'' માટે થઇ છે. જે ગ્‍લોબલ સિકરન ફેડરેશન પ્રેસિડન્‍ટ શ્રી હરિ ઓસિઆસ બનાગ દ્વારા પસંદગી કરાઇ છે.

UNESCOની વ્‍યાવસાયિક સ્‍પોર્ટસ એન્‍ડ ગેમ્‍સ માટેની એડ્‍્‌વાઇઝરી કમિટીના સંવાદદાતા શ્રી રાણાની પસંદગી તેમના માર્શલ આર્ટસ તથા વિશ્વભારત સ્‍પોર્ટસ ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન માટે કરાઇ છે.

સમગ્ર વિશ્વમાં નાત, જાત, રંગ કે સેકસના ભેદભાવ વિના તમામ માટે શાંતિ તથા સલામતી બક્ષવાની નેમ સાથે કાર્યરત UNESCO  દ્વારા આંતર રાષ્‍ટ્રીય ક્ષેત્રે સાયન્‍સ તથા સંસ્‍કૃતિના અમન્‍વય સાથે હય્‍ુમન રાઇટસ માટે કામગીરી કરવામાં આવે છે જેમાં શ્રી રાણાના સહયોગ માટે તેમને લોકસ એન્‍જલસ મુકામે ૧૯ મે ર૦૧૮ના રોજ એવોર્ડ આપી સન્‍માનિત કરાશે.

ઉપરાંત શ્રી રાણાને . અમેરિકામાં વ્‍યાવસાયિક સ્‍પોર્ટસ એન્‍ડ ગેમ્‍સને પ્રોત્‍સાહિત કરતી TSG કમિટીમાં વચગાળાના કો-ઓર્ડિનેટર તરીકે પણ નિમણુંક અપાઇ છે.

(11:42 pm IST)