Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

‘‘સાન રામોન વેલ્લી એજયુકેશન ફંડ'' : યુ.એસ.ના કેલિફોર્નિયામાં એજયુકેશન, રોગ નિવારણ, પીવાલાયક શુદ્ધ પાણી, મહિલા સશકિતકરણ તથા શાંતિ સ્‍થાપવા કાર્યરત ફાઉન્‍ડેશન : રોટરી કલબ ઓફ સાન રામોન દ્વારા શિક્ષણના વ્‍યાપ માટે ફાઉન્‍ડેશનને ૭પ૯૮૯ ડોલરનું ડોનેશન

કેલિર્ફોર્નિયા : યુ.એસ.માં સાન રામોન કેલિફોર્નિયામાં એજયુેકશન, રોગ નિવારણ, પીવા લાયક શુદ્ધ પાણી પુરૂ પાડવા, મહિલા સશકિતકરણ, તથા શાંતિ માટે કાર્યરત ‘‘સાન રામોન વેલ્લી એજયુકેશન ફંડને રોટરી કલબ ઓફ સાન રામોનીએ ૭પ૯૮૯ ડોલરનું ડોનેશન આપ્‍યું છે. જે રકમ શિક્ષણના વ્‍યાપ માટે ઓન લાઇન ઓકેશન દ્વારા ફંડ ભેગુ કરી ચેકના સ્‍વરૂપે અર્પણ કરાઇ હતી.

આ ડોનેશન આપવામાં ઓકશન માટેની ચીજો આપનારાઓ તથા તેની ઓનલાઇન ખરીદી કરનાર તમામ રોટીસેઅનોનો કલબ પ્રેસિડન્‍ટશ્રી લક્કી સંધુએ આભાર માન્‍યો હતો. તેમજ SRVEFના એકઝીકયુટીવ ડીરેકટર શ્રી વાનેસ્‍સા બેરાસ્‍ટેઇનએ ડોનેશન આપવા બદલ રોટરી કલબનો આભાર માન્‍યો હતો. જે બદલ કલબનું ૧૮ એપ્રિલના રોજ ફાઉન્‍ેશન આયોજીત ડિનર પ્રસંગે બહુમાન કરાશે.

 

(11:41 pm IST)