Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

યુ.એસ.ના બેકર્સફિલ્‍ડમાં આવેલા સ્‍ટોન ક્રિક પાર્કને ‘‘જશંવતસિંઘ કાલરા પાર્ક'' નામ આપો : જુનિયર માર્ટીન લ્‍યુથર કિંગ તરીકે ઓળખાતા હ્યુમન એકિટવીસ્‍ટ શ્રી જશવંતસિંઘનું નામ પાર્ક સાથે જોડવા શીખ સમુહે શરૂ કરેલી સહી ઝુંબેશ

કેલિર્ફોર્નિયા : યુ.એસ.ના કેલિફોર્નિયામાં બેંકર્સફિલ્‍ડ ખાતે આવેલા ‘સ્‍ટોન ક્રિક' પાર્કને ‘જશવંતસિંઘ કાલરા''નામ આપવા માટે શીખ કોમ્‍યુનીટીએ ઝુંબેશ શરૂ કરી છે.

શ્રી જશવંતસિંધ હ્યુમન રાઇટસ એકટીવીટી ક્ષેત્રે પોતાના તથા પરિવારના જાનના જોખમે પણ કાર્યરત રહ્યા હોવાથી તેઓ જુનિઅર માર્ટીન લ્‍યુથર કિંગ તરીકે ઓળખાતા હતાઉ તેવથી સ્‍ટોન ક્રિક પાર્ક સાથે તેમનું નામ જોડવા માટે શીખ સમુહે શરૂ કરેલી સહી ઝુંબેશ અંતર્ગત ર૭ હજાર જેટલી સહિઓ ભેગી થઇ ગઇ છે. બેકર્સ ફિલ્‍ડમાં ૩પ હજાર જેટલા શીખો વસે છે. સહીઓ સાથેનું આવેદન આ ગાર્ડન જે વોર્ડમાં આવે છે તેના કાઉન્‍સીલરને સુપ્રત કરી સીટી કાઉન્‍સીલની માન્‍યતા મેળવાશે તેવું શીખ કોમ્‍યુનીટી ઓર્ગેનાઇઝેશન દ્વારા સમાચાર સૂત્રોને જણાવાયું છે.

(11:40 pm IST)