Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

‘‘સ્‍ટેગર ફેલો ફોર ક્રિએટીવ રાઇટીંગ'' : યુ.એસ.ની સ્‍ટેન્‍ફોર્ડ યુનિવર્સિટી દ્વારા ફેલો તરીકે પસંદ કરાયેલા ર૦ સાહિત્‍યકારોમાં સ્‍થાન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન ફિકશન રાઇટર મહિલા સુશ્રી રૂચિકા તોમર

કેલિફોર્નિયા :  યુ.એસ.ની સ્‍ટેનફોર્ડ યુનિવર્સિટીએ ક્રિએટીવ રાઇટીંગ માટે પસંદ કરેલા ર૦ સ્‍ટેગર ફેલોમાં ઇન્‍ડિયન અમેરિકન ફિકશન રાઇટર મહિલા સુશ્રી રૂચિકા ટોલરને સ્‍થાન આપ્‍યું છે.

યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા ર૦ ફેલો પૈકી ૧૦ પોએટ્રી માટે તથા ૧૦ ફિકશન રાઇટીંગ માટે પસંદગ કરાયા છે. જેમાં સુશ્રી રૂચિકા ફિકશન રાઇટર ફેલો તરીકે પસંદગી પામ્‍યા છે.

સુશ્રી રૂચિતાએ યુનિવસિર્ટી  ઓફ કેલિફોર્નિયા ઇરવીનમાંથી ઇંગ્‍લીશ લિટરેચર સાથે બેચલર ઓફ આર્ટસની ડીગ્રી તથા કોમ્‍બીઆ યુનિવર્સિટીમાંથી માસ્‍ટર ડીગ્રી મેળવેલી છે.

તેમણે ર૦૧પ ની સાલમાં પણ સેન્‍ટર ફોર ફિકશનની ઇમર્જીગ રાઇટર્સ ફેલશીપ મેળવી હતી.

સ્‍ટેગર ફેલોશીપ પ્રોગ્રામ ફેલોશીપ સ્‍ટેન્‍ફોર્ડ યુનિવર્સિટીમાં ર વર્ષ સુધી ક્રિએટીવ રાઇટીંગ માટે આપવામાં આવે છે.

(11:39 pm IST)