Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

ગ્‍લોબલ કંપની માઇક્રોસોફટમાં ઇન્‍ડિયન અમેરિકનોની બોલબાલા : સર્વોચ્‍ચ પદ ઉપર બિરાજમાન શ્રી સત્‍ય નાદેલા ઉપરાંત બીજા નંબરના મહત્‍વના પદ ઉપર પણ શ્રી રાજેશ ઝા કાર્યરત

વોશીંગ્‍ટન : ગ્‍લોબલ કંપની માઇક્રોસોફટનાં સર્વોચ્‍ચ્‍ પદ ઉપર ઇન્‍ડિયન અમેરિકનશ્રી સત્‍ય નાદેલા બાદ હવે બીજા નંબરના ગણાતા સર્વોચ્‍ચ પદ ઉપર પણ ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજેશ ઝા જવાબદારી સંભાળી રહ્યા છે.

છેલ્લા બે વર્ષથી માઇક્રોસોફટ પ્રોડકટ ગૃપના એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડન્‍ટ તરીકે કાર્યરત શ્રી રાજેશ ઝા ને હવે બઢતી આપી નથી કામગીરી સોંપવામાં આવી છે જે અંતર્ગત તેઓ એકસપિરીયન્‍સીસ એન્‍ડ ડિવાઇસીઝ ઉપર ધ્‍યાન કેન્‍દ્રિત કરશે.

શ્રી ઝા યુનિવર્સિટી ઓફ મેસ્‍ેચ્‍યુએટસમાં ગ્રેજયુએશન કર્યા બાદ ૧૯૯૦ ની સાલથી માઇક્રોસોફટ સાથે જોડાયેલા છે. તેઓ ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી મદ્રાસની કોમ્‍પ્‍યટર સાયન્‍સ સાથેની બેચલર ડીગ્રી ધરાવે છે. ર૦૧૬ની સાલથી તેઓ માઇક્રો સોફટ ઓફિસ પ્રોડકટ ગૃપના એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડન્‍ટ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.

(11:38 pm IST)