Gujarati News

Gujarati News

News of Sunday, 1st April 2018

૧૯૭૧ની સાલમાં હાઇજેક કરી પાકિસ્‍તાન લઇ જવાયેલા પ્‍લેનના કેપ્‍ટન હરિયાણાના શ્રી એમ.કે. કચરૂનું નિધન : ભારતની જેલમાં રહેલા કેદીઓને મુકત કરાવવા શ્રીનગરથી જમ્‍મુ થઇ રહેલ ર૬ પ્રેસેન્‍જર સાથેનું પ્‍લેન હાઇજેક કરાયું હતું

ફરીદાબાદ :  ૧૯૭૧ની સાલમાં શ્રીનગરથી જમ્‍મુ થઇ રહેલું ઇન્‍ડિયન એટલાઇન્‍સનું પ્‍લેન ર કાશ્‍મીરીઓએ હાઇજેક કર્યુ હતું. તથા તેને પાકિસ્‍તાનના લાહોરમાં લેન્‍ડીંગ કરાવાવની ફરજ પડી હતી. જેમાં ર૬ પેસેન્‍જર હતા. તથા તેના પાઇલોટ તરીકે ભારતના શ્રી કેપ્‍ટન કચરૂ હતાં આ પ્‍લેનને લાહરો ખાતે સળગાવી નાખવામાં આવ્‍યું હતું તથા ભારતની જેલમાં રહેલા અમુક કેદીઓને મુકત કરવાની માંગણી કરાઇ હતી.

પરંતુ પાકિસ્‍તાનના તાત્‍કાલિન ફોરેજ મિનીસ્‍ટર ઝુલ્‍ફીકાર અલી ભુટોને માહિતી મળતા તેઓ તાત્‍કાલિન એરપોર્ટ ઉપર પહોંચ્‍યા હતા. તથા તમામ પેસેન્‍જરો, પાઇલોટ તેમજ ક્રુ મેમ્‍બર્સને મુકત કરાવી ભારત પરત મોકલાયા હતા.

આ પ્‍લેના તાત્‍કાલિન કેપ્‍ટન શ્રી એમ.કે. કચરૂનું આજરોજ ૯૩ વર્ષની જૈફ વયે નિધાન થયું છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(10:05 pm IST)