Gujarati News

Gujarati News

News of Sunday, 1st April 2018

‘‘મિસ ઇંગ્‍લાંડ બ્‍યુટી કોન્‍ટેસ્‍ટ'': આ વર્ષે યોજાનારી સ્‍પર્ધામાં સૌપ્રથમવાર હિજાબ પહેરેલી યુવતિ ભાગ લેશે : મિસ બર્મિંગહામ ખિતાબ વિજેતા મારિઆ મહમદ મિસ ઇંગ્‍લાંડ બનશે તો ‘‘વર્લ્‍ડ બ્‍યુટી કોન્‍ટેસ્‍ટ''માં ઇંગ્‍લાંડનું પ્રતિનિધિત્‍વ કરશે

લંડન :  આ વર્ષે યોજાનારી ‘‘મિસ ઇંગ્‍લાંડ'' બ્‍યુટી સ્‍પર્ધામાં સૌપ્રથમ વાર હિજાબ પહેરેલી યુવતિ ર૦ વર્ષીય મારિઆ મહમદ ભાગ લેશે. તે સેમિ ફાઇનલમાં વિજેતા બી મુકી હોવાથી હવે ફાઇનલમાં ભાગ લેશે. જો ફાઇનલમાં પણ વિજેતા બનશે તો મિસ વર્ડ બ્‍યુટી કોન્‍ટેસ્‍ટમાં ઇંગ્‍લાંડનું પ્રતિનિધિત્‍વ કરશે.

મારિઆ બર્મિંગ હામમાં રહે છે. જો કે આ અગાઉ મુસ્‍લિમ યુવતિઓ ‘‘મિસ ઇંગ્‍લાંડ'' બની ચુકી છે. પરંતુ હિજાબ પહેરેલી યુવતિ તરીકે ભાગ લેનારી મારિઆ સૌપ્રથમ સુંદરી બનશે. તે સાઇકોલોજીનો અભ્‍યાસ કરે છે. તે મિસલ બર્મિંગહાર બની ચુકી છે. તેના પરિવારનું તેને સંપૂર્ણ સમર્થન છે.

(10:05 pm IST)