Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

આંતર રાષ્‍ટ્રિય રમત-ગમત ક્ષેત્રે સૌથી વધુ પ્રભાવશાળી મહિલાઓમાં સુશ્રી નિતા અંબાણી તથા સુશ્રી મિતાલી રાજએ સ્‍થાન મેળવ્‍યું : સુવિખ્‍યાત ફોર્બ્‍સ મેગેઝીનએ બહાર પાડેલી રપ મહિલાઓની યાદીમાં સુશ્રી નીતા અંબાણી ૯માં તથા સુશ્રી મિતાલી રાજ ૧રમાં સ્‍થાને

ન્‍યુ દિલ્‍હી :  રમત-ગમત ક્ષેત્રે પ્રભાવશાળી મહિલાઓની ફોર્બ્‍સ મેગેઝીનએ બહાર પાડેલી યાદીમાં ભારતમાંથી IPL ફ્રેંચાઇઝી મુંબઇ ઇન્‍ડિયન્‍સના ઓનર સુશ્રી નીતા અંબાણી તથા ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્‍ટન સુશ્રી મિતાલી રાજએ સ્‍થાન મેળવ્‍યું છે.

રપ પ્રભાવશાળી મહિલાઓની આ યાદીમાં ઉપરોકત ર ભારતીય મહિલાઓને સ્‍થાન મળ્‍યું છે. જે પૈકી સુશ્રી નીતા અંબાણી ૯માં ક્રમે તથા સુશ્રી મિતાલી રાજ ૧રમાં ક્રમે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:04 pm IST)