Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

અમેરિકાના ન્‍યુજર્સીમાં ભારતીયો ઉપર થતા હેટક્રાઇમ હુમલાઓ ઘટયાનો અહેવાલ : ર૦૧૬ની સાલમાં માત્ર ૩ હિન્‍દુઓ ઉપર હેટક્રાઇમ હુમલા થયા : જયારે મુસ્‍લિમ અમેરિકન ઉપર થત હેરક્રાઇમ હુમલાઓની સંખ્‍યા ર૬ થઇ ગઇ : ન્‍યુજર્સી અેટર્ની જનરલ ઇન્‍ડિયા અમેરિકન શ્રી ગુરબિર ગ્રેવાલએ બહાર પાડેલો સત્તાવાર અહેવાલ

ન્‍યુજર્સી : અમેરિકાના ન્‍યુજર્સીમાં વસતા ભારતીયો ઉપર વર્ષોથી હેટ ક્રાઇમ હુમલાઓ થતા આવવાના રેકોર્ડસ છે જે ૧૯૮૭ની સાલના પ્રથમ હુમલાથી છે. પરંતુ તાજેતરમાં ર૭ માર્ચ ર૦૧૮ના રોજ ન્‍યુજર્સી સ્‍ટેટ એટર્ની જનરલ ઇન્‍ડિયન અમેરિકન શ્રી ગુરબિર ગ્રેવાલએ બહાર પાડેલા -ર૦૧૬ની સાલના હેટ ક્રાઇમ આંકડાઓ મુજબ માત્ર ૩ હિન્‍દુઓ ઉપર જ હેટક્રાઇમ હુમલાઓ થયા હતા. અલબત હજુ ર૦૧૭ ની સાલના આંકડાઓ તૈયાર થયા ન હોવાથી બહાર પાડવામાં આવ્‍યા નથી.

આ અહેવાલમાં બીજી ચોંકાવનારી બાબત એ છે કે ર૦૧૬ની સાલમાં ર૬ મુસ્‍લિમ અમેરિકનો ઉપર હેટક્રાઇમ હુમલાઓ નોંધાયા હતાં જે પૈકી ૧પ હુમલા વ્‍યકિત ઉપર, ૪ હુમલા પબ્‍લીક પ્રોપર્ટી, તથા ૭ હુમલા પ્રાઇવેટ મુસ્‍લિમ પ્રોપર્ટી ઉપર નોંધાયા હતા.

ત્રીજી ઉલ્લેખનીય બાબત એ છે કે આવા હેટક્રાઇમ હુમલાઓનો ભોગ બનતા લોકોમાં ૧ર થી ૧૭ વર્ષની વય વચ્‍ચેના સગીરો જોવા મળ્‍યા છે. એટલું જ નહી હુમલા કરનારાઓ પણ ૧૧ થી ૧૭ વર્ષની વય વચ્‍ચેના જોવા મળ્‍યા છે. તેથી આવા હુમલાઓ મોટા લાગે સ્‍કુલોમાં થતા હોય તે સ્‍વાભાવિક છે.

ઉપરાંત આફ્રિકન અમેરિકન તથા જેવિશ પ્રજા અવારનવાર હેરક્રાઇમનો ભોગ બનતી હોવાનું નોંધાયું છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:57 pm IST)