Gujarati News

Gujarati News

News of Sunday, 1st April 2018

અમેરિકામાં ભારતીયોને ચૂંટણી જીતાવડવા કમર કસતુ ‘‘ઇન્‍ડિયન અમેરિકન ઇમ્‍પેકટ ફંડ'' ટેકસાસના રરમા કોંગ્રેશ્નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર શ્રી કુલકર્ણી તથા એરિઝોનાના ૮ માં કોંગ્રેસનલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર સુશ્રી ડો. હિરલ ટિપરીનેનીને સમર્થન જાહેર કર્યુ : જુદા જુદા પદો ઉપર ચૂંટણી લડી રહેલા ૬૦ ઇન્‍ડિયન અમેરિકનોને સમય મુજબ સમર્થન ઘોષિત કરતા રહેવાનું જણાવતા શ્રી રાજગોયલ

ટેકસાસ : અમેરિકાામાં કોંગ્રેસમેન, સ્‍ટેટ રીપ્રેઝન્‍ટેટીવ સહિત જુદા જુદા પદો ઉપર ચૂંટણી લડી રહેલા ઇન્‍ડિયન અમેરિકનોને સમર્થન આપી જીતાડવા માટે ‘‘ઇન્‍ડિયન અમેરિકન ઇમ્‍પેકટ ફંડ'' એ કમર કસી છે. જે મુજબ તાજેતરમાં કોંગ્રેસની પ્રાઇમરી ચૂંટણીમાં વિજેતા બનેલા ટેકસાસના રરમાં કોંગ્રેસનલ ડીસ્‍ટ્રીકટના શ્રી કુલકર્ણી તથા એરિઝોનાના ૮માં કોગ્રેશ્નલ ડીસ્‍ટ્રીકટની પ્રાઇમરી ચૂંટણીમાં વિજેતા બનેલા સુશ્રી ડો. હિરલ ટિપરીેનેનીને ઇન્‍ડિયન અમેરિકન ઇમ્‍પેકટ ફન્‍ડ વતી કો. કાઉન્‍ડર તથા કન્‍સાસ હાઉસ ઓફ રીપ્રેઝન્‍ટેટીવના પૂર્વ મેમ્‍બર શ્રી રાજય ગોયલએ સમર્થન ઘોષિત કરી તમામ ઇન્‍ડિયન અમેરિકાનોને મદદરૂપ થવા અનુરોધ કર્યો છે.

શ્રી રાજ ગોયલએ જણાવ્‍યું હતું કે ર૦૧૮ની સાલમાં ૬૦ ઇન્‍ડિયન અમેરિકનો જુદા જુદા પદો ઉપર ચુંટણી લડી રહ્યા છે. જેઓને સમય આવ્‍યે સમર્થન ઘોષિત થતું રહેશે. હાલમાં સમર્થન ઘોષિત કરાયેલા ઉમેદવારોમાં ઉપરોકત બંને કોંગ્રેસમેન તથા ઇલિનોઇસ સ્‍ટેટ સેનસેટ ઉમેદવાર શ્રીર ામ વિલ્લીવલમ, કોંગ્રેસવુમન તરીકે ચૂંટણી લડી રહેલા સેઁુશ્રી અરૂણા મિલ્લરનો સમાવેશ થાય છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:52 pm IST)